સુરત શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજથી બે દિવસ પહેલા બનેલી એક અપહરણની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આઠ તારીખના રોજ એક 12 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ બપોરે કામરેજના ઊંભળ ગામની ઝાડીઓ માંથી બાળકનું મૃતદેહ મળી આવ્યું છે.
જાણવા મળી રહ્યું છે કે બાળક કડોદરા પાસેથી ટ્યુશનમાંથી ઘરે આવતો હતો, ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. દીકરાનું અપહરણ થઈ ગયા બાદ પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તો પોલીસની 10 જેટલી ટીમ બાળકને શોધવાની કામગીરીમાં લાગી ગઈ હતી.
ત્યારે આજ રોજ બપોરે બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બાર વર્ષનો બાળક ટ્યુશનમાંથી ઘરે જતો હતો ત્યારે રસ્તામાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળક ના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પછી પોલીસની અનેક ટીમે બાળકની શોધખોળ શરૂ કરી દીધી હતી.
જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા બાળકના પિતા ઉપર રૂપિયા માગતો ફોન પણ આવ્યો હતો. સૌપ્રથમ બાળકનું અપહરણ કરનાર લોકોએ બાળકના પિતા પાસેથી 50000 રૂપિયા માંગે હતા અને પછી 15 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જાણવા મળી રહ્યું છે કે જે રીક્ષામાં બાળકોનું અપહરણ થયું હતું તે રીક્ષા પોલીસે શોધી કાઢી હતી. બાળકનું અપહરણ કોને કર્યું તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
પરંતુ પોલીસને કેટલાક લોકો ઉપર શંકા છે. પોલીસે શંકાસ્પદ લોકોને બોલાવીને તેની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન આજરોજ બપોરે બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે એક આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને કેટલાક શંકાસ્પદ લોકોને પૂછપરછ ચાલુ છે. હવે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળશે કે આ અપહરણ માં કેટલા લોકો હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment