મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી જીવ ટુકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વલસાડના વેજલપુરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 12 માં ભણતી એક વિદ્યાર્થીનીએ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરીના પિતા અને ભાઈઓ કામ અર્થે બહાર ગયા હતા.
આ દરમિયાન દીકરી ઘરે એકલી હતી. ત્યારે દીકરીએ ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ત્યારબાદ રસોડામાં લાગેલી લોખંડની એંગલ પર ઓઢણી વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવવી લીધું હતું. જ્યારે સાંજના સમયે પિતા ઘરે પરત ફરિયા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો.
જ્યારે પિતા ઘરનો પાછળનો દરવાજો છેક કરતા હતા. ત્યારે તેમને રસોડામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં દીકરીનું મૃતદેહ દેખાયું હતું. આ દ્રશ્યો જોઈને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ દીકરી ના પિતાએ તાત્કાલિક અગ્રણીઓની મદદથી દીકરીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી.
મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીનું નામ વૈષ્ણવીબેન ધરમશીભાઈ નાયક હતું. મિત્રો એચએસસી વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ઘણા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી અને ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા હતા. માહિતી માહિતી અનુસાર વૈષ્ણવી એચએસસીના પરીક્ષામાં નપાસ થઈ હતી, તેના કારણે દીકરી ખૂબ જ હતાશ થઈ ગઈ હતી.
પરિણામ આવ્યા બાદ દીકરીના પિતા અને તેના બંને ભાઈઓએ દીકરીને પ્રોત્સાહન આપ્યું હતું કે આગામી દિવસોમાં પરીક્ષા આપીને વધુ માર્કસ સાથે પાસ થજે. ગત સોમવારના રોજ દીકરીના પિતા ધર્મેશભાઈ કંપનીમાં નોકરી કરવા માટે ગયા હતા અને બંને ભાઈઓ પોતપોતાના કામથી બહાર ગયા હતા. જ્યારે સાંજના સમયે ધર્મેશભાઈ ઘરે પરત ફરે છે ત્યારે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હોય છે.
તેથી ધર્મેશભાઈ પાછળનો દરવાજો ચેક કરવા જાય છે. ત્યારે તેમને પોતાની દીકરી વૈષ્ણવીનું મૃતદેહ રસોડામાં લટકતી હાલતમાં દેખાય છે. દીકરીનું મૃતદેહ જોઇને ધર્મેશભાઈ અગ્રણીઓ તથા સ્થાનિક લોકોની મદદ લીધી હતી અને દીકરીને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર તબીબે વૈષ્ણવીને મૃત જાહેર કરી હતી. ખેતી મળતા વલસાડ રૂલર પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી આવી હતી.
પોલીસે દીકરીના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટના અંગે વૈષ્ણવીના પિતા ધર્મેશભાઈ મોહનભાઈ નાયકએ કહ્યું કે, વૈષ્ણવી એચએસસીમાં ફેલ થવાના કારણે હતાશ થઈ ગઈ હતી. તેના કારણે તેને ઘણા ખાસો ખાઈને પોતાનું ટૂંકાવી લીધું છે. પોલીસ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી લે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment