મિત્રો આજ કાલે જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ધોરણ-10માં ભણતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. દીકરીએ પોતાની માતાના જન્મદિવસે આ પગલું ભર્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના ભોપાલમાં બની હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારનું સુસાઇડ નોટ મળી આવ્યું નથી. હાલમાં આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
મૃત્યુ પામેલી 14 વર્ષની દીકરીનું નામ હિયા વર્મા હતું. તે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. હિયા વર્માની માતા ચિત્રા વર્મા માનસરોવર ડેન્ટલ કોલેજમાં ડેન્ટિસ્ટ છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીની માતાએ પોલીસને જણાવ્યું કે, મંગળવાર 28 જૂનના રોજ મારો બર્થડે હતો. હું રાબેતા મુજબ કોલેજ જતી રહી હતી.
આ દરમિયાન હિય ઘરમાં એકલી હતી. મળતી માહિતી અનુસાર સાંજના સમયે હિયાની માતાએ તેને ફોન કર્યો હતો. માતાએ ફોન કરીને દીકરીને કહ્યું હતું કે આજે મારો જન્મદિવસ છે. તે મને જન્મદિવસનું વિશ કર્યું નહીં. ત્યારે હિયાએ કહ્યું હતું કે, માં હું તને સરપ્રાઈઝ આપવાની છું. ત્યારબાદ ફોન ડિસકનેક્ટ થઈ ગયું હતું.
ત્યાર બાદ માતાએ ફરીથી દીકરીને ફોન કર્યો પરંતુ દીકરીએ ફોન ઉપાડ્યો નહીં. બે-ત્રણ વખત ફોન કર્યો પરંતુ દીકરીએ ફોન ઉપાડ્યો નહી, તેથી માતા તાત્કાલિક ઘરે પહોંચી ગઈ હતી. ઘરે માતાએ હિયાને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી. ત્યારબાદ દીકરીને ત્યાંથી નીચે ઉતારીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે હિયાને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી અનુસાર રાત્રે 10:00 વાગ્યાની આસપાસ આ ઘટનાની જાણ પોલીસને થઈ હતી. પોલીસે દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું અને બુધવારના રોજ પોસ્ટ મોટામાં રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું.
પોલીસને ઘટનાસ્થળેથી કોઈપણ પ્રકારનું સુસાઇડ નોટ મળી આવ્યું નથી. દીકરીએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત પોલીસને દીકરીના ફોનમાંથી પણ કોઈ ચોક્કસ માહિતી મળી નથી. દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે દીકરીના શાળામાં પણ પૂછપરછ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment