આ ગરીબ પરિવારની દીકરીએ ધોરણ 12 સાયન્સ પાસ કર્યું, હવે દીકરી ડોક્ટર બનવા ઈચ્છે છે… પરંતુ હવે આગળની ફી ભરવાની…

આધુનિક યુગમાં અભ્યાસ ક્ષેત્રે ખૂબ જ હરીફાઈ થતી જોવા મળે છે.એવામાં કેટલાક વિદ્યાર્થીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે જેના કારણે તેઓ અભ્યાસ ક્ષેત્રે હોશિયાર હોવા છતાં તેઓ આર્થિક પરિસ્થિતિનાં લીધે મજબૂર બની જતા હોય છે. એવામાં આજે આપણે વાત કરીશું એક ગરીબ પરિવાર ની દીકરી કે જેની તેના પરિવારે પેટે પાટા બાંધીને 1 થી 12 સુધી પણ આપી હતી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે એ દીકરી નું ભવિષ્ય ડામાડોળ થઈ ગયું છે.

વિસ્તૃતમાં જણાવીશ તો બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના થરાદ વિસ્તારમાં એક ગરીબ પરિવાર કે જેમાં એક દીકરી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર છે. તેને ભવિષ્યમાં ડોક્ટર બનવું છે પરંતુ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે લાગે છે દિકરીના સપના તો અધુરા જ રહી જશે. કારણ કે આ દીકરીને તેના માતા-પિતા 1 થી 12 સુધી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી તો પણ ભણાવી હતી.

દરેકના માતા-પિતા સારું જ ઇચ્છતા હોય છે કે પોતાના બાળક ભવિષ્યમાં કંઈક બને અને માતા-પિતાનું નામ રોશન કરે, ત્યારે આ દીકરીના માતા-પિતા એ કષ્ટી કરીને 11અને 12 સાયન્સમાં પણ એડમિશન કરાવ્યું હતું. એવામાં આ હડીયલ પરિવાર પર આભ ફાટી પડ્યું કે દીકરીના ધોરણ12ની પરીક્ષા વખતે જ હજુ તો બે પેપર બાકી હતા અને ભાઈનું આકસ્મિક રીતે મૃત્યુ થતાંની સાથે જ સમગ્ર પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

જોકે તો પણ આ દીકરી એ ભારે હૈયે તેની પરીક્ષા આપી હતી અને 76.93 ટકા સાથે પાસ થઈ. આ દીકરીના પરિવાર વિશે વાત કરીશું તો તેના પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી છે કે બે ટાઇમ જમવાનું હોય તો તેમના પિતા મેવાભાઇ છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે અને માતા શારદાબેન કામ કરી રહ્યા છે.

પરંતુ દીકરી ભણવામાં હોશિયાર હોવાથી તેનું ભવિષ્ય સુધરી જાય તે માટે તેનો પરિવાર સરકાર પાસે પોતાની દીકરી માટે મદદની માંગ કરી રહ્યા છે. સરકારની સહાયતા મળે તો આ દીકરીનું ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ થઇ શકે તેમ છે. એકવાર જ્યારે આ દીકરી સંગીતાના માતાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે મારી દીકરી પહેલેથી ભણવામાં હોશિયાર છે.

તેને અમે મજૂરી કરીને ભણાવી રહ્યા છે. સંગીતાના પિતાને દિવસના માત્ર 300 રૂપિયા જ મળે છે અને તેનાથી અમારૂં ઘર ચાલે છે. એવામાં દીકરીના સાયન્સમાં સારા ટકા આવ્યા હોવાથી સરકાર તરફથી જો થોડી એવી સહાય મળી જાય તો અમારા પરિવારની આ સંગીતા જેનું ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ થાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*