હીરાનો નાનો ધંધો કરનાર વ્યક્તિની દીકરી ટ્યુશન વગર ધોરણ-12માં બે વિષયમાં 100 માંથી 99 માર્કસ મેળવ્યા, દીકરીએ પિતાનું નામ રોશન કર્યું…

Published on: 1:50 pm, Sun, 5 June 22

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ઘણા સમયથી પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે જેનું કાલ રોજ પરિણામ આવી ગયું છે,ત્યારે ઘણા લોકોએ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત પણ કરી અને સફળતા મેળવી છે.એવી જ એક વિદ્યાર્થીની વિશે વાત કરીશું કે જેણે કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ કે ક્લાસીસ વિના પોતાની જાતમહેનતે સફળતા મેળવી છે.

આ વિદ્યાર્થીની વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો ભાવનગર શહેરના દેવરાજ નગર વિસ્તારમાં રહેતા અને હીરાના એવો વ્યવસાય કરતા મુકેશભાઈની દીકરી એ વિધિ ડાંખરા પ્રકારના ટ્યુશન કર્યા વગર તેણે પોતાની જાતે જ મહેનત કરી અને એ વન ગ્રેડ મેળવી સિદ્ધી હાંસલ કરે છે. અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

જ્યારે તેને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે શાળાએથી ઘરે આવીને પ્લાનિંગ સાથે રોજનું 8 થી 9 કલાકનું રીડિંગ કરતી.એટલું જ નહીં તેમણે કહ્યું કે મને ટીવી જોવાનો શોખ તો ખરા અને મોબાઈલ જોવાનો શોખ પણ વાંચવાના ટાઇમે વાંચી લેતી.

વિધિને પરિવાર તરફથી કોઈપણ પ્રકારનો અભ્યાસ માટે દબાણ આપવામાં આવતું ન હતું.તે પોતાની જાતે જ તેની રીતે જ મહેનત કરીને A1 ગ્રેડ લાવીને પોતાની સિદ્ધિઓ હાંસલ કરી છે.જે ખૂબ જ ગર્વની વાત કહેવાય. વિધિ બાળમંદિરથી જ સ્વામિનારાયણ ગુરુકુળ શાળામાં અભ્યાસ કરતી આવી હતી અને શાળાએથી પણ શિક્ષકોનો પૂરેપૂરો સપોર્ટ હતો.

વિધિ કોઈપણ પ્રકારના ટ્યુશનમાં જતી ન હતી. તે પોતે જ શાળાએથી ઘરે આવીને શિક્ષકોએ શાળાએ ભણાવ્યું હોય તેનું સંપૂર્ણ રીવીઝન ફરી કરતી હતી અને મન પરોવીને અભ્યાસમાં ધ્યાન આપી હતી. તેમના માતા પિતાએ જણાવ્યું હતું કે વિધિ પહેલેથી જ હોશિયાર હતી.

તેને કોઈપણ પ્રકારનું અભ્યાસ માટે દબાણ કરવામાં આવતું ન હતું અને તેથી જ તેને કોમર્સ પ્રવાહમાં રસ હોવાથી તેને એકાઉન્ટના વિષયો ખૂબ જ પસંદ હતા.તેથી એકાઉન્ટ વિષયમાં 99 માર્કસ મેળવ્યા છે અને વિધિના પરિવારજનોને ઈચ્છા છે કે વિધિ CA બને. પરંતુ વિધિને BCA કરી બેન્કિંગમાં જવાની ઈચ્છા છે અને તે મહેનત કરીને તેના લક્ષ્ય સુધી પહોંચશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હીરાનો નાનો ધંધો કરનાર વ્યક્તિની દીકરી ટ્યુશન વગર ધોરણ-12માં બે વિષયમાં 100 માંથી 99 માર્કસ મેળવ્યા, દીકરીએ પિતાનું નામ રોશન કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*