ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી ના કારણે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપ્યું છે. એવામાં બોર્ડની રીપીટર વિદ્યાર્થીઓ માટે આવ્યા મહત્વના સમાચાર. ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે.
ભલે કોરોના ના કેસો ઉભા થઈ ગયા પરંતુ હજુ સુધી ખતરો ગયો નથી. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી દીધી હતી.
ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાને લઇને તારીખ જાહેર કરવામાં આવી. ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી શરૂ કરવામાં આવશે.
અને પરીક્ષાનો કાર્યક્રમ ટૂંક જ સમયમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. પરીક્ષા વખતે કોરોના તમામ નિયમોનું પાલન કરવું પડશે.
જેમકે માસ્ક પહેરવું, હાથ સેનીટાઇઝર કરવા આ ઉપરાંત સોશ્યલડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં ધોરણ 12 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું.
પરંતુ રીપીટર વિદ્યાર્થીઓને આ લાભ મળ્યો નથી. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 15 જુલાઇના રોજ આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment