સુરત નો એ તક્ષશિલા અગ્નિકાંડ નો એ દિવસ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેવો નથી. જેમાં 22 માસુમ વિદ્યાર્થીઓ કોઈપણ વાક વગર આગમાં હોમાયા હતા. ત્યારે આ કેસ મુદ્દે હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે બિલ્ડર હસમુખ વેકરિયાના શરતી જામીન મંજૂર કર્યા છે.
સાથે જ તેને 35 લાખનું વળતર 4 મહિનામાં મૃતકોના વાલીઓને આપવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. આ કેસના 14 આરોપીમાંથી 12 ને જામીન મળી ગયા છે.આપણે જણાવી દઈએ કે ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેંકરિયા હજુ પણ જેલમાં છે.
આ તક્ષશિલા અગ્નિકાંડ માં 22 માસુમ વિદ્યાર્થીઓ ભગવાન ના ધામ માં ગયા હતા. સુરત પોલીસે આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ કરી હતી.
ત્યારે ગઈકાલે અગ્નિકાંડ કેસના ચુકાદામાં હાઈકોર્ટે બિલ્ડર હરસુખ વેંકરિયાને જામીન આપ્યા છે, જે 26 મે, 2019 થી જેલમાં હતો. સાથે જ આરોપી હરસુખ વેકરિયાને રૂ.35 લાખ 4 મહિનાના ગાળામાં વાલીઓને જમા કરાવવાના આદેશ કર્યો છે.
આ ઘટનાના દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા… એ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી. સાંજે ચાર વાગ્યે આગ લાગવાની ઘટના બની કે તેને એક બે નહીં પરંતુ 22 નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment