મિત્રો દેશભરમાં દરરોજ કેટલી અકસ્માતની ઘટનાઓ બનતી હશે અને કેટલાય લોકો આ અકસ્માતની ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે થોડાક દિવસો પહેલા એક હચમચાવી દેનારી અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં સગાઈ બાદ લગ્નના સપના જોતા કપલનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં કપલની કાર એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કારની અંદર બેઠેલા કપલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બની આબાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવક અને યુવતીનું મૃતદેહ કારની અંદર ફસાઈ ગયું હતું.
ગેસ કટરની મદદથી કારનું પત્તું હટાવીને બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા કપલના થોડાક દિવસો બાદ જ લગ્ન હતા. આ ઘટના ઉત્તર પ્રદેશના મથુરાના બલદેવ વિસ્તારમાં બની હતી. અહીં એક્સપ્રેસ વે પર માઇલસ્ટોન 135ની આસપાસ આ ગંભીર અકસ્માતની ઘટના સર્જાઇ હતી. નોર્થ વેસ્ટ દિલ્હીના આરકે પુરમ સેક્ટર 8 માં રહેતો વિશાલ પોતાની થનાર પત્ની અલકા સાથે આગરા જતો હતો.
9 સપ્ટેમ્બર ના રોજ રાત્રે લગભગ અંદાજે 12:30 વાગ્યાની આસપાસ વિશાલની કાર આગળ જતા વાહન સાથે અથડાઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો તો અકસ્માતની ઘટનામાં વિશાલ અને અલકાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ અને એક્સપ્રેસવેના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
મૃત્યુ પામેલા લોકો પાસેથી મળેલા આધાર કાર્ડ થી તેમની ઓળખ થઈ હતી. ત્યારબાદ પોલીસે આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યો શનિવારના રોજ એટલે કે 10 સપ્ટેમ્બર ના રોજ સવારે મથુરા આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર બંનેના લગ્ન 22 ફેબ્રુઆરી 2023 ના રોજ થવાના હતા. બંનેના ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ આ ઘટના બનતા બંનેના ઘરે લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો છે. બંનેના મૃતદેહને બહાર કાઢીને પોલીસે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બંને આગ્રા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને આ અકસ્માત નડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment