દેશમાં ફરી એક વખત થયો સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજનો ભાવ.

Published on: 3:24 pm, Sat, 5 June 21

દેશમાં સોના ચાંદીના લઈને આવ્યા મહત્વના સમાચાર સોના-ચાંદીની ખરીદી માટે આવી ખુશીની લહેર. શુક્રવારના રોજ દેશમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. શુક્રવારના રોજ દેશની રાજધાની દિલ્હીમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમતમાં 388 ઘટાડો થયો છે.

આજે દિલ્હી નો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48917 રૂપિયા છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ખૂબ જ મહત્વનો ઘટાડો થયો છે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 920 રૂપિયાનો ઘટાડો થયો. ચાંદીનો પ્રતિ કિલોગ્રામ નો ભાવ 60369 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ચાંદીનો ભાવ 70289 રૂપિયા રહ્યો હતો.

દેશમાં છેલ્લા બે દિવસથી સતત સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. તેવામાં સોનાના ભાવમાં છેલ્લા બે દિવસથી રૂપિયા 1000 નો ઘટાડો થઈ ગયો છે. આવું ચાંદીની કિંમતમાં છેલ્લા બે દિવસમાં 2000 હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

સોનાના ભાવની ઉચ્ચતામાં 8000 રૂપિયા નીચું જતું રહ્યું છે. 7 ઓક્ટોબર 2020 ના રોજ સોનાની કિંમતમાં 56200 રૂપિયા હતી. એમસીએકસ પર સોનાની કિંમતમાં 0.10 ટકાનો ઘટાડો આવ્યો છે. સોનાનો ભાવ ઘટીને પ્રતિ 10 ગ્રામ નો ભાવ 48600 રૂપિયા થયો છે. ચાંદીના ભાવમાં 0.21 નો ઘટાડો આવ્યો.

આ ભાવ ઘટીને પ્રતિ કિલો ચાંદીનો ભાવ 70663 રૂપિયા થયો છે. સોનાની શુદ્ધતા ચેક કરવા માટે સરકાર તરફથી એપ્લીકેશન બનાવવામાં આવી છે આ એપ્લિકેશનમાં તમે સોનાની શુદ્ધતા ચેક કરી શકો છો.

અને જો તમને સોનાની શુદ્ધતા માં કોઈપણ પ્રકારની શંકા લાગે તો એપ્લિકેશન દ્વારા ગ્રાહક સુરક્ષા ફરિયાદ પણ કરાવી શકો છો. BIS Care app ની મદદથી તમે સોનાની શુદ્ધતા તે કરી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં ફરી એક વખત થયો સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજનો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*