કોરોનાવાયરસ નો વિશ્વભરમાં કહેર ચાલી રહ્યો છે અને ત્યારે અત્યાર સુધીમાં 7.27 કરોડથી વધુ લોકો વૈશ્વિક મહામારી માં ઝપેટમાં આવી ગયા છે. કૉરોનાથી 16.20 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. યુરોપિયન દેશોમાં હાલમાં કોરોના ની બીજી લહેર ચાલુ છે ત્યારે જર્મની સરકારે મોટો નિર્ણય લીધો છે. જર્મનીમાં કોરોનાવાયરસ ની બીજી કહેર પસાર થઈ રહી છે અને આ વખતે સ્થિતિ માર્ચ એપ્રિલ ની સરખામણીએ વધુ ગંભીર છે. જમણી ના ઘણા શહેરોમાં હોસ્પિટલોમાં આઇસીયુ ની ક્ષમતા 90 થી 95 ટકા થી વધુ ભરાઈ ચૂકી છે.
ત્યારે જર્મન સરકાર પોતાના દેશમાં અત્યાર સુધીનું સૌથી કડક લોકડાઉન લાગુ કરવા જઈ રહ્યું છે.ચાન્સેલર એન્જેલા મર્કેલ અને જર્મનીના 16 રાજ્યના રાજ્યપાલએ રવિવારે કોવીડ 19 ને વધતા અટકાવવા માટે બુધવારથી 10 જાન્યુઆરી સુધી દેશમાં કડક લોકડાઉન લાગુ કરવા સંમતિ આપી દેવાઈ છે. આ કડક લોક્ડાઉન 16 ડિસેમ્બર થી 10 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.
જેનો સીધો અર્થ એ છે કે નાતાલના તહેવારો અને નવા વર્ષ જેવા પ્રસંગોમાં પ્રતિબંધ પસાર થશે.માર્ચ અને એપ્રિલમાં લાદવામાં આવેલા પ્રતિબંધની દરમિયાન જર્મનીમાં નાઈટ કર્ફ્યૂ લાદવામાં આવ્યું ન હતું, પરંતુ આ વખતે નાઈટ કરફયુ ની પણ ચર્ચા છે.
જર્મનીમાં તમામ દુકાન, શાળાઓ વગેરે લોકડાઉન દરમિયાન બંધ રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment