સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે ચાલુ કર્યું આ મહત્વપૂર્ણ અભિયાન.

161

કોરોના મહામારી દરમિયાન ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતના ભણકારા જોવા મળી રહ્યા છે.ગુજરાત રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા મતદાતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરવા.

મહાજનસંપર્ક અભિયાન ની પ્રારંભ કરવામાં આવશે.કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બેઠક અને વોર્ડ દીઠ જનસંપર્ક અભિયાન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને મનપા વોર્ડ દીઠ અભિયાન હાથ ધરવામાં આવશે.

રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલા જનસંપર્ક અભિયાન માં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અલગ અલગ જગ્યાએ આ અભિયાનમાં જોડાશે.જેમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મોડાસર બેઠકમાં જનસંપર્ક કરશે.

રાજીવ સાતવ અને અમિત ચાવડા મોડાસર,સાબરમતી અને શાહીબાગમાં સફાયો છે જ્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપલેટા અને રાજકોટ શહેરમાં સભા કરશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી વડોદરા શહેર.

તેમજ અર્જુન મોઢવાડિયા ટંકોરા અને જામનગરમાં સભા કરશે.તુષાર ચૌધરી સુરત જિલ્લામાં અને ચોર્યાસીમાં સભા કરશે. દીપકભાઈ બાબરીયા ઇસનપુર અને ખોખરામાં, સી જે ચાવડા નરોડા અને વિરાટ નગર વિસ્તારમાં તો જયરાજસિંહ પરમાર કુબેર નગર અને.

સરદારનગરમાં સભા કરશે.આગાઉ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હેલો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ બધા અભિયાન ચાલુ કરવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!