નાયબ મુખ્યમંત્રી પર ચંપલ ફેંકનાર આ કોંગ્રેસનો કાર્યકરતા ઝડપાયો ,જાણો સમગ્ર મામલો

Published on: 9:17 am, Wed, 28 October 20

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની પેટા ચૂંટણી પ્રચારમાં હાલમાં જોરશોરથી ચાલી રહ્યો છે.સોમવારના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણી સભાને સંબોધતા બાદ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન એક યુવક દ્વારા તેમના પર ચંપલ મૂકવામાં આવ્યું હતું. જોકે સારી વાત એ છે કે તેમને ચંપલ વાગ્યું નહોતું અને ચંપલ માઈક પર પડ્યું હતું. ચંપલ ની ઘટના બાદ પણ તેમણે મીડિયા સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું.

ચંપલ ફેકાયાની ઘટના બાદ પોલીસે જણાવ્યું કે, ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવશે અને જે બાદ પોલીસે રશ્મિન પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.આ યુવક શીનોરનો રહેવાસી હતો અને તેને મોબાઇલમાં વાતચીતના આધારે તે પકડાયો હતો.

મળતી માહિતી મુજબ અમિત પંડ્યા નામના યુવક સાથે રશ્મિન ની વાત થઇ હતી. રશ્મિન ફોન પર જૂતું ફેકવાનું કામ આપણા માણસો એ જ કરી હોવાની વાત કરતો હતો. રશ્મિન એ કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે.

પોલીસને આરોપીની ઓડિયો ક્લિપ પણ મળી છે અને બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. અમિત પંડ્યા વડોદરા નો રહેવાસી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!