સસ્તામાં સોનું ખરીદવા માટે કેન્દ્રની મોદી સરકાર આપી રહી છે ઓફર, જાણો શું છે આ ઓફર?

દેશના કોરોનાની મહામારી એક તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહયો છે ત્યારે બીજી તરફ દિવસેને દિવસે સોનાના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. એવામાં જે લોકો ગોલ્ડ દ્વારા રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેઓ માટે ખૂબ જ સારા સમાચાર છે.

મળતી માહિતી મુજબ કેન્દ્રની મોદી સરકાર ની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ સસ્તી કિંમતમાં સોનું ખરીદવાનો મોકો મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ કેન્દ્રની મોદી સરકારની આ સ્કીમ 9 થી 13 ઓગસ્ટ, 2021 સુધી છે.’

આ ઉપરાંત આ ખરીદીની આ સમયગાળા દરમિયાન ગોલ્ડ બોન્ડની કિંમત 4790 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. એનો મતલબ એમ થાય છે કે તમે આ કિંમત એ ગોલ્ડ ખરીદી શકો છો.

કેન્દ્રની મોદી સરકાર રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ 10 ગ્રામની છૂટ આપશે. આ ઉપરાંત ઓનલાઈન અરજી કરશે અને ડિજિટલ મોડલ ના માધ્યમથી ચુકવણી કરશે. આ રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ 4740 રૂપિયા હશે.

મળતી માહિતી મુજબ ગોલ્ડ બોન્ડની કિંમત ફિઝિકલ ગોલ્ડન બજાર કિંમતના મુકાબલે ઓછી હશે. જો તમારે આ સ્કીમ સાથે જોડાવું હોય તો તમારે ઓછામાં ઓછું એક ગ્રામ ગોલ્ડની ખરીદી કરવી પડશે.

અને વધુમાં વધુ 4 કિલો ગોલ્ડની ખરીદી કરી શકો છો. આ ઉપરાંત મેચ્યોરિટી નો સમયગાળો 8 વર્ષનો છે. તમે આ સ્કીમમાં થી 5 વર્ષ બાદ બહાર નીકળી શકો છે. તમારે પ્રતિ વર્ષ 2.50 ટકાનું વ્યાજ ભરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*