ભારતમાં મહામારીની બીજી લહેર ચાલી રહી છે. દેશમાં છેલ્લા દસ દિવસથી સાડા ત્રણથી ચાર લાખ વચ્ચે નવા કેસ નોંધાઈ રહ્યા છે. દેશના 20 થી વધુ રાજ્યમાં મહામારી ના સંક્રમણ ને ઘટાડવા માટે લોકડાઉન જેવા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. જોકે તેમ છતાં અનેક રાજ્યોમાં વાયરસ ના કેસ વધી રહા છે.
આ બધાની વચ્ચે દેશવ્યાપી લોકડાઉન ની માંગ પણ વધી રહી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો ને દેશમાં વાયરસ ની બીજી લહેરને પહોંચી વળવા લોકડાઉન પર વિચાર કરવા પણ કહ્યુ છે.
આ બધામાં સૌથી મોટો સવાલ એ છે કે કેન્દ્ર સરકાર ગયા વર્ષની જેમ આખા દેશ પર લોકડાઉન લાદશે? જયારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એન આઈ ટી આઈ આયોગના સભ્ય ડો.વી.કે.પોલે આરોગ્ય મંત્રાલય ની પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું હતું
કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને વાઇરસના ચેપ ની સાંકળ તોડવા માટેના પ્રતિબંધ અંગે નો નિર્દેશો આપ્યા છે. તેમને એમ પણ કહું કે,જો આગામી સમયમાં વધુ કંઇક કરવાની જરૂર છે તો તેના તમામ વિકલ્પોની ચર્ચા કરી શકાય છે.
વી.કે.પૌલે કહ્યુ કે,જો કોરોનાનો ચેપ ખૂબ વધી જાય તો ચેન તોડવા માટે લોકડાઉન લાદવામાં આવે છે. લોકોની અવર-જવર બંધ થાય છે.
અને આ અંગે 29 એપ્રિલ ના રોજ વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તમારે ટ્રાન્સમિશન કરવું પડશે અને જ્યાં વાયરસ નો ચેપ દર 10 ટકાથી વધુ છે.
ત્યાં રાજ્ય સરકારોને નાઈટ કરફ્યુ ની સલાહ આપવામાં આવી છે. આ સિવાય સામાજિક-રાજકીય, રમતગમત, ધાર્મિક એકત્રીકરણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment