વડોદરામાં પોલીસકર્મીનો દીકરો ગુમ થયાનો મામલે નવો વળાંક આવ્યો, પોલીસ તપાસ દરમિયાન મોટો ખુલાસો…

Published on: 5:07 pm, Wed, 4 August 21

વડોદરા પોલીસ કર્મીનો દીકરો ગુમ થયાના મામલાએ મોટો વળાંક લીધો છે. પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા લક્ષ્મણ નાથ પ્રવાર ના પુત્ર નીરજ પવારનું મૃતદેહ મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ CCTV માં દિવાળીપુરા સર્કલ સુધી યુવાન દેખાયો હતો.

આ ઉપરાંત નીરજ પવાર ની સાઇકલ ઉડેરા તળાવ પાસેથી મળી આવી હતી. ત્યારબાદ વધુ તપાસ કર્યા બાદ આજરોજ લક્ષ્મણ નાથ પવાર નીરજ પવારનું મૃતદેહ મળ્યું છે.

પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે જણાવ્યું કે ધીરજ એ પોતાનો જીવ પોતે જ ગુમાવ્યો છે એવું દેખાઈ આવે છે. મળતી માહિતી મુજબ 23 વર્ષની ઉંમરનો અને ITI પાસ કરી નીરજ પુવાર માનસિક તણાવથી પરેશાન હતો.

વિરાજ ઘણા સમયથી માનસિક રીતે થાકી ગયો હતો અને જીવનથી કંટાળીને તે ઘરે એક ચિઠ્ઠી મૂકી ને ગુમ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ નીરજ એ સાઈકલ તળાવની બહાર છોડીને તળાવની અંદર છલાંગ મારી દીધી હતી.

આ ઉપરાંત નીરજ નું ચંપલ ઉંડેરા તળાવના કિનારે મળી આવ્યું હતું. ત્યારબાદ તળાવમાં છલાંગ લગાવી હતી. તળાવના કિનારે સીટી અને બીજા અન્ય સબૂતો મળી આવ્યા હતા જેનાથી એવું લાગી રહ્યું છે કે નીરજે તળાવમાં છલાંગ લગાવી છે.

ત્યાર બાદ તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!