કાર બેકાબુ થતા તળાવમાં પડી ગઈ…,કારમાં સવાર માતા-પિતા અને ત્રણ વર્ષની માસુમ દિકરીનું મૃત્યુ…એક જ પરિવારના ત્રણ સભ્યોની અર્થી ઊઠી…

મિત્રો તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો હશે. જ્યારે પરિવારના કોઈ પણ સભ્યનું મૃત્યુ થાય ત્યારે પરિવાર સહિત ગામના લોકોમાં પણ માતમ છવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.

રાજપીપળા નજીક વડીયા ગામની દેવ નારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારી એલ.યુ.વસાવાનો 38 વર્ષીય દીકરો સંદીપકુમાર વસાવા તેની પત્ની યોગીતા અને ત્રણ વર્ષની દીકરી મહી સાથે નેત્રંગ ખાતે રહેતા હતા. મળતી માહિતી અનુસાર યોગીતા વસાવા નેત્રંગ તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતી હતી.

ગઈકાલે રાત્રે સંદીપકુમાર પોતાની પત્ની અને દીકરી સાથે હોટલમાં જમીને ઘરે પરત ફરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર રમણપુર ખાતે બ્રિજ પાર કરવાનો રસ્તો ખૂબ જ ખરાબ હોવાના કારણે કાર ચલાવતા સંદીપભાઈ રોડ પરના ખાડા તારવીને કાર ચલાવી રહ્યા હતા.

આ દરમિયાન અચાનક જ સંદીપભાઈ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે કાર બ્રિજ નીચેના ડેમમાં ખાબકી ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં કારમાં સવાર સંદીપભાઈ તેમની પત્ની યોગીતાબેન અને તેમની દીકરી મહીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં નેત્રંગ પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસે કારને પાણીમાંથી બહાર કાઢી હતી અને ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ થતા રાજપીપળામાં રહેતા તેમનો પરિવાર નેત્રંગ ખાતે દોડી આવ્યો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોનું મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. પિતા માતા અને દીકરીનું એક સાથે મૃતદેહ જોઇને આખું ગામ હિબકે ચડ્યું હતું.

મોટી સંખ્યામાં તેમના ઘરે આસપાસના લોકો એકઠા થયા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો ખરાબ રસ્તાના કારણે એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતા પરિવાર ખાલી થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*