સીએમની ડ્યુટી માટે 38 જવાનોને લઈને જતી બસ 15 ફૂટ ઊંડી ખાઈમાં પડી, 12 જવાન ઇજાગ્રસ્ત, 4 ગંભીર રીતે ઘાયલ…

Published on: 6:13 pm, Sat, 2 October 21

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અકસ્માતના એક જણાની બેદરકારીના કારણે ઘણાં નિર્દોષ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે છત્તીસગઢની અકસ્માતની ઘટના સામે આવી છે. છત્તીસગઢના મૈનપતમાં શનિવારના રોજ સવારે તાલીમાથી પોલીસ કર્મચારીઓથી ભરેલી બસ રસ્તા પર 15 ફૂટ ઊંડી ખાઈમાં પલટી ખાઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 12 પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત 4 પોલીસ કર્મીઓની હાલત ખુબ જ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તેઓને સારવાર માટે અંબિકાપુર મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર પોલીસ કર્મીઓ મુંગેલીમાં યોજવનાર મુખ્યમંત્રી ભૂપેશ બધેલના કાર્યક્રમમાં પોતાની ફરજ માટે જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર મૈનપાટ ખાતે પોલીસ તાલીમ શાળા માંથી 38 તાલીમાથી પોલીસ કર્મીઓને લઈને બસ મુંગેલી જઈ રહી હતી.

ત્યારે રસ્તામાં અમગાંવ નજીક વળાંક પર બસ બેકાબૂ થતા આઈ માં પલ્ટી ખાઇ ગઇ હતી. ખાઈમાં બસ ઝાડ ની અંદર ફસાઈ ગઈ હતી. આસપાસના લોકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી દેવામાં આવી હતી.

ત્યારબાદ બસની અંદર ફસાયેલા પોલીસ કર્મીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. એક પોલીસ કર્મીએ કહ્યું કે ડ્રાઈવર ખૂબ જ સ્પીડમાં ચલાવી રહ્યો હતો તે કારણોસર વળાંકમાં બસચાલકે વળાંકમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ ખાઈમાં પલટી ખાઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટનાને લઇને બસ ડ્રાઈવર નું કહેવું છે કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. આ કારણોસર બસ ખાઈમાં પલટી ખાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં બસ ડ્રાઈવરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!