ગુજરાતમાં બનેલી વધુ એક સોસાયટીની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક આદિવાસી યુવાને ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના ગોંડલમાંથી સામે આવી રહે છે. આદિવાસી યુવાને સુસાઇડ કરતા પહેલા પોતાની બહેનને ફોન કરીને કહ્યું હતું કે,”મારે કપાઈ જવું છે, જીવવું નથી” ત્યારબાદ યુવાન ટ્રેનની સામે કૂદી ગયો હતો.
આ કારણોસર તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને રીબડા પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો કોટડા સાંગાણીના પડવલા ગામે રહેતા 33 વર્ષીય બદીયાભાઈ રમેશભાઈ પરમાર સવારે દસ વાગ્યાની આસપાસ પડવાલા અને રીબડા ફાટક પાસે પહોંચ્યા હતા અહીં તેઓ રેલ્વે ટ્રેક પર ઉભા રહી ગયા હતા.
ત્યાર પછી તેમને પોતાની બહેનને ફોન કરીને જણાવ્યું હતું કે, મારે કપાઈ જવું છે જીવવું નથી. હજુ તો બહેન પોતાના ભાઈને કાંઈ સમજાવે તે પહેલા તો ભાઈ એ ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો તાત્કાલિક રેલવે ફાટક પાસે પહોંચી આવ્યા હતા.
પરંતુ ત્યાં સુધીમાં તો યુવાનો મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પોસ્ટમોટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. વધુમાં વાત કરીએ તો મૃત્યુ પામેલ યુવક મજૂરી કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.
તે છ ભાઈ બહેનમાં વચેટનો હતો. મૃત્યુ પામેલા યુવાનને સંતાનમાં એક દીકરી હતી. આ ઘટના બનતા જ એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અચાનક જ યુવાને સુસાઇડ જેવું પગલું શા માટે ભરી લીધું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment