હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ચાર દિવસ પહેલા ગુમ થયેલા એક યુવાનનું મૃતદેહ નદીમાંથી મળી આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર 27 જુલાઈના રોજ એક યુવકનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું.
યુવકના મૃતદેહ ની ઓળખ પ્રેમચંદ ઉર્ફે પવન તરીકે થઈ છે. મળતી માહિતી અનુસાર પ્રેમચંદ 25 જુલાઈના રોજ ઘરેથી ગુમ થઈ ગયો હતો. પોલીસે પ્રેમચંદના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ આજરોજ તેના મૃતદેહને પરિવારજનોને સોંપ્યું છે. પરિવારજનોએ આ કેસમાં જીવ લેવાની શંકાઓ વ્યક્ત કરી છે.
મળતી માહિતી અનુસાર પ્રેમચંદનું મૃતદેહ કોટા ગ્રામીણ કૈથૂન વિસ્તારમાં એક નદીમાંથી મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર 27 તારીખના રોજ જ્યારે યુવકનું મૃતદેહ નદીમાંથી મળ્યું ત્યારે તેની કોઈ પણ પ્રકારની ઓળખ થઈ ન હતી. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યું હતું.
ત્યારબાદ પરિવારજનોએ મૃતક યુવકની ઓળખ પ્રેમચંદ તરીકે કરી હતી. પરિવારના લોકોએ જણાવ્યું કે પ્રેમચંદ મૂળ બરોદનો રહેવાસી હતો. તે હાલમાં કોટામાં કામ કરતો હતો. 25 જુલાઈ ના રોજ સવારે તેની સાથે ફોન પર વાત થઈ હતી ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો.
પરિવારના લોકોનું કહેવું છે કે તેણે એવું કાંઈ નથી કર્યું કે તેને સુસાઇડ જેવું પગલું ભરવું પડે. પરિવારના લોકોનું કહેવું છે કે તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર પ્રેમચંદને 25 જુલાઈના રોજ રાત્રે બાયક રોકવાના મુદ્દે કોઈની સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ તે ઘરે પરત ફર્યો ન હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment