સોખડા હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા ખાતે મૂકવામાં આવ્યું છે.

Published on: 3:26 pm, Sat, 31 July 21

મોટી સંખ્યામાં ભક્તો હરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને દર્શન કરવા માટે હરિધામ સોખડા મંદિર આવી રહ્યા છે. આ ઉપરાંત હરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને દર્શન કરવા માટે રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ આવ્યા હતા. હવે તો ઉલ્લેખનીય છે કે નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈને હાલમાં ચર્ચા ખૂબ ચાલી રહી છે.

આ ચર્ચામાં સૌથી વડીલ સંત પ્રેમ સ્વરૂપદાસ સ્વામીનું નામ હાલમાં અગ્રેસર છે. આ ઉપરાંત ત્યાગ વલ્લભસ્વામી નું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત બીજી તરફ એવી વાતો ચાલી રહી છે કે હરિધામ સોખડા મંદિરના દિવંગત ગાદીપતિ હરિપ્રસાદ સ્વામી એ પોતાના ઉત્તરાધિકારી નું નામ સૂચવ્યું છે.

આ સમગ્ર ચર્ચા પર ત્યાગ વલ્લભ સ્વામી એ નિવેદન આપ્યું હતું કે ” હાલ કોઈનું નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી અને હું તો એક નાનો સેવક છું. આ ઉપરાંત ત્યાગ વલ્લભ સ્વામી એ જણાવ્યું કે નવા ગાદીપતિ નું નામ સંતો ની બેઠક થશે તેમાં નક્કી કરવામાં આવશે કે કોને ગાદી પર બેસાડવા.

આ સમગ્ર ચર્ચા પર ત્યાગ વલ્લભ સ્વામી એ નિવેદન આપ્યું હતું કે ” હાલ કોઈનું નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી અને હું તો એક નાનો સેવક છું.

આ ઉપરાંત ત્યાગ વલ્લભ સ્વામી એ જણાવ્યું કે નવા ગાદીપતિ નું નામ સંતો ની બેઠક થશે તેમાં નક્કી કરવામાં આવશે કે કોને ગાદી પર બેસાડવા.

આ ઉપરાંત મોટી સંખ્યામાં હરિભક્તો હરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહ ના દર્શન કરવા માટે આવી રહ્યા છે. દર્શન સમયે કોરોના ના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હરિપ્રસાદ સ્વામી BAPS સંસ્થાના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરૂભાઈ હતા. તેઓ 1934માં જન્મ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!