11 દિવસ પહેલા લંડન ગુમ થયેલા અમદાવાદના કુશ પટેલનું મૃતદેહ મળી આવ્યું… પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

આજ કાલે સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં સામે આવેલી તેવી જ એક ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં લંડન રહેતા અમદાવાદના નરોડાના એક યુવકે સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટના બનતા જ યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં તો યુવકના મૃતદેહને લંડન શબ ઘરમાં રાખવામાં આવ્યું છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, લગભગ આજથી 9 મહિના પહેલા અમદાવાદના નરોડાનો રહેવાસી કુશ પટેલ નામનો યુવક સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. લંડન ગયા બાદ કુશ દરરોજ પોતાના પરિવાર સાથે ફોન પર વાતચીત કરતો હતો. પરંતુ 11 ઓગસ્ટના દિવસે કુશે પોતાના પરિવારના સભ્યોને ફોન કર્યો નહીં. એટલે પરિવારના સભ્યો ચિંતામાં મુકાઈ ગયા હતા.

પછી પરિવારના સભ્યોએ બે દિવસ સુધી પોતાના દીકરાના ફોનની રાહ જોઈ અને પછી લંડનમાં રહેતા કુશના મિત્રોને આ વાતની જાણ કરી હતી. એટલા માટે મિત્રો તેના ઘરે ગયા હતા, પરંતુ ત્યાં તેમને કુશ મળ્યો નહીં. ત્યાર પછી તો બધા મિત્રોએ મળીને કુશની શોધખોળ શરૂ કરી દીધી હતી. અનેક જગ્યાએ તેને ગોત્યો પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. એટલે છેવટે મિત્રોએ પોલીસ સ્ટેશનમાં કુશની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

પછી પોલીસે ફરિયાદના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા. ઉપરાંત પોલીસે લોકેશનના આધારે પણ શોધખોળ હાથ ધરી હતી. લોકેશનમાં કુશનું લાસ્ટ લોકેશન લંડન બ્રિજ પાસે મળ્યું હતું. ત્યાં પણ પોલીસે કુશની શોધ ખોળ કરી પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં.

ત્યારે 19 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે લંડન બ્રિજના એક છેડા પાસેથી એક મૃતદેહ મળી આવ્યું હતું, પરંતુ તેના ચહેરાનો ભાગ સાવ સડી ગયો હતો. એટલે પોલીસને તેની ઓળખાણ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. ત્યાર પછી પોલીસે કુશ ડીએનએ અને બાયોમેટ્રિક મેળવ્યા હતા. પછી આ રિપોર્ટ મૃતદેહ સાથે મેચ કર્યા ત્યારે રિપોર્ટ મેચ થઈ ગયા હતા.

ત્યારબાદ પોલીસે પુષ્ટિ કરી હતી કે આ કુશનું મૃતદેહ છે. દીકરાના મોતના સમાચાર મળતા જ અમદાવાદમાં રહેતા પરિવારે કર્યું હતું. હાલમાં તો પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, લંડન આર્થિક સંક્ડામણથી કંટાળીને વિદ્યાર્થીએ સુસાઇડ કરી લીધું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*