રાજકોમાં મેડિકલ કોલેજના PSMના વડા ડો.શોભા મિશ્રાનું મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યું, મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ…દીકરીએ જ્યારે પોતાની માતાને ફોન કર્યો ત્યારે…

રાજકોટ શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના રેસકોર્સ પાર્કમાં રહેતા અને મેડિકલ કોલેજના PSM વિભાગના વડા તરીકે ફરજ બજાવતા ડો.શોભા મિશ્રાનું મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યું છે. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ડો.શોભા મિશ્રાના ઘરે પહોંચી ગઈ હતી.

હાલમાં પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ડો.શોભા મિશ્રાનું મૃત્યુ હાર્ટ એટેક આવવાના કારણે થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. મળતી માહિતી અનુસાર, ડો.શોભા મિશ્રાની દીકરી ગોધરામાં રહે છે. દીકરીએ જ્યારે પોતાની માતાને ફોન કર્યો ત્યારે માતાએ ફોન રિસીવ કર્યો ન હતો.

તેથી દીકરીએ માતાની પડોશીને ફોન કર્યો હતો. ત્યારબાદ પડોશી જ્યારે ડો.શોભા મિશ્રાના ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. પછી તેમણે દરવાજો ખખડાવ્યો. પરંતુ અંદરથી કોઈપણ પ્રકારનો જવાબ મળ્યો નહીં. જેથી પડોશીને થોડીક શંકા ગઈ અને તેમને આસપાસ રહેતા લોકોને ઘટના સ્થળે બોલાવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ મેડિકલ કોલેજનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ તમામ લોકોએ મળીને ઘરનો દરવાજો તોડ્યો અને અંદર તપાસ કરી ત્યારે ડો.શોભા મિશ્રાનું મૃતદેહ બેડ પરથી મળી આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ડો.શોભા મિશ્રાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોવાની રહી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરના મૃત્યુનો સાચું કારણ જાણી શકાશે.

મૃત્યુ પામેલા ડો.શોભા મિશ્રાના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ડો.શોભા મિશ્રાનું મૃત્યુ થતાં તેમના પરિવારજનો અને મેડિકલ કોલેજમાં માતમ છવાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવવાના કારણે તેમનું મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*