થોડાક દિવસ પહેલા લાપતા થયેલા BSFના જવાનનું મૃતદેહ વાયોર પાસે દરિયામાંથી મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 10:17 am, Fri, 4 February 22

લખપત તાલુકાના આખરી પાસેથી 26 જાન્યુઆરીના રોજ લાપતા થયેલા BSFના જવાનના મૃતદેહને ગુરૂવારના રોજ વહેલી સવારે વાયોર પાસેની અલ્ટ્રાટેક કંપની જેટી પાસેથી મળી આવ્યું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર રવાના કરવાની તૈયારીઓ શરૂ કરાઇ હતી.

મળતી માહિતી અનુસાર અકરી BSF કેમ્પમાં ફરજ બજાવતા રવિકુમાર 26 જાન્યુઆરીના રોજ લાપતા થઈ ગયા હતા. તે લાપતા થયા બાદ બીએસએફ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. મૃત્યુ પામેલા રવિકુમાર જમ્મુના રહેવાસી હતા.

બીએસએફ દ્વારા જમ્મુ ખાતે તેના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં રવિ કુમારનું પરિવાર પણ ચિંતા માં મુકાયું હતું. ત્યારે ગઈકાલે ગુરૂવારે અલ્ટ્રાટેક કંપની જેટી પાસે ગામના એક વ્યક્તિને મૃતદેહ દેખાયું હતું.

ઘટનાની જાણ થતા બીએસએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, બળેલો મૃતદેહ ગુમ થયેલા રવિ કુમારનું છે. હાલમાં તો પાણીમાં ડૂબી જવાના કારણે રવિ કુમાર નું મૃત્યુ થયું છે.

તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. રવિ કુમાર ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રવિ કુમારના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "થોડાક દિવસ પહેલા લાપતા થયેલા BSFના જવાનનું મૃતદેહ વાયોર પાસે દરિયામાંથી મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*