20 વર્ષના યુવકનું ઘરથી 800 મીટર દૂર ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યું – જાણો સમગ્ર ઘટના…

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 10 પાસ યુવકનું મૃતદેહ તેના ઘરથી 800 મીટર દૂર એક ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસને મૃત્યુ પામેલા યુવકના ખિસ્સામાંથી તૂટેલો મોબાઇલ ફોન મળી આવ્યો છે.

હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે મોબાઈલ પહેલેથી જ તૂટી ગયો હતો અથવા તો તોડીને ખિસ્સામાં મૂક્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇને પરિવારના લોકોએ દિકરાનો જીવ લઈ લેવામાં આવ્યો છે તેવી આશંકાઓ વ્યક્ત કરી હતી. સ્થાનિક લોકોની પુછપરછ કરવામાં આવી ત્યારે પ્રેમ પણ જેવી બાબતો પણ સામે આવી છે.

યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી. મળતી માહિતી મુજબ મોહનસિંહના રહેવાસી 20 વર્ષીય અનિલ નામના યુવકનો મૃતદેહ તેના ઘરથી 800 દૂર એક ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં કર્યું હતું. સમગ્ર ઘટના બનતા જ પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પરિવારના લોકોનું કહેવું છે કે દિકરાનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર અનિલ મંગળવારના રોજ સવારથી ઘરે એકલો હતો. પરિવારના સભ્યો ગામમાં કોઈ કાર્યક્રમમાં ગયા હતા. ત્યારે ગામના સરપંચ અને ઉપસરપંચ ની જાણકારી મળી કે એક ઝાડ સાથે અનિલનું મૃતદેહ લટકી રહ્યું છે. ત્યારબાદ ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

મળતી માહિતી અનુસાર અનિલે ધોરણ 10 પાસ કર્યું હતું. અનિલ એ પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. અનિલે જાતે જ પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે અથવા તો કોઈકે અનિલનો જીવ લઈને તેને ઝાડ પર લટકાવી દીધો દીધો હશે. આ બંને સવાલો પર પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*