ખેતરમાં બાંધેલા ઝૂંપડામાંથી 16 વર્ષના યુવકની લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો – જાણો સમગ્ર ઘટના

Published on: 7:28 pm, Wed, 2 February 22

એક ખેતરમાં બાંધેલા ઝૂંપડામાંથી 16 વર્ષના યુવકનું લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યોગ ના પિતાનું કહેવું છે કે કોઈકે જીવ લઈ લીધો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ દિનેશ સુથાર હતું. તેની ઉંમર 16 વર્ષની હતી. આ સમગ્ર ઘટનાને લઇને દિનેશના પિતાનું કહેવું છે કે, મારા પુત્રનો કોઈકે જીવ લીધો છે.

મળતી માહિતી અનુસાર દિનેશ મૃતદેહ ઝૂંપડામાં લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર જ્યારે દિનેશભાઈનો મોટાભાઈ અને મોટી બહેન ખેતરમાં પહોંચ્યાત્યારે ઝુંપડામાંથી દિનેશનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.

આ દ્રશ્ય જોઈને બન્ને ગભરાઇ ગયા હતા અને તેની નીચે ઉતારીને હોસ્પિટલ લઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં તબીબે દિનેશને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને દિનેશના પિતા સત્યનારાયણનું કહેવું છે કે, પુત્રનો પગ જમીનથી માત્ર ચારથી પાંચ ઉપર હતો.

આ બાબતને લઈને દિનેશના પિતાએ પોતાના પુત્રનો જીવ લઈ લીધો છે તેવી આશંકા વ્યક્ત કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ નું સાચું કારણ જાણવા મળશે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેતરમાં બાંધેલા ઝૂંપડામાંથી 16 વર્ષના યુવકની લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*