13 દિવસ પહેલા ગુમ થયેલા 14 વર્ષના બાળકનું મૃતદેહ એવી જગ્યાએથી મળી આવ્યું કે, સાંભળીને તમે પણ હચમચી જશો…

વડોદરામાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં રહેતા અક્ષય ઠાકોર નામનો બાળક લગભગ 13 દિવસ પહેલા ગુમ થઈ ગયું હતું. બાળકનું મૃતદેહ એવી જગ્યાએથી મળી આવ્યું કે પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસની ઢીલી કામગીરીના કારણે બાળકનું મૃતદેહ આટલા દિવસો બાદ મળ્યો છે.

મૃત્યુ પામેલા બાળકનું નામ અક્ષય ઠાકોર હતું અને તેની ઉંમર 14 વર્ષની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો વડોદરામાં કિશનવાડી વુડના મકાનમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા બળવંતભાઈ ઠાકોરે ગત 6 ડિસેમ્બરના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે તેમનો 14 વર્ષનો દીકરો અક્ષયે ગત 28 નવેમ્બરના રોજ ફોન પર કહ્યું હતું કે, તે બપોરે ઘરે આવી જશે.

પરંતુ રાત થઈ ગઈ છતાં પણ અક્ષય ઘરે આવ્યો ન હતા. તેથી પરિવારના લોકોએ તેની શોધ કોણે શરૂ કરી હતી. અક્ષયના મિત્રોએ જણાવ્યું હતું કે, અક્ષય તેને ફોન આપીને ગયો છે અને કેટરિંગનો ઓર્ડર હોવાથી જઈ રહ્યો છે, તેમ કહીને એક વ્યક્તિની પાછળ બેસીને જતો રહ્યો હતો.

મિત્રો અગાઉ પણ અક્ષય કેટરીના ઓર્ડરમાં જતો હતો અને ત્રણથી ચાર દિવસ પછી ઘરે આવતો હતો. તેથી પરિવારના લોકોને એવું લાગ્યું કે અક્ષય કેટરીના ઓર્ડર પર ગયો હોય છે. પરંતુ નવ દિવસ થઈ ગયા છતાં પણ અક્ષય ઘરે આવ્યો નહીં તેથી પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ નોંધાવી તેના લગભગ 13 દિવસ બાદ અક્ષયનું મૃતદેહ અંકોડિયા પાસે આવેલી કેનાલ માંથી મળી આવ્યું હતું. ત્યારે મારા ભાઈ સાથે રહેલા છોકરાઓએ કહ્યું કે, તેઓ સમા કેનાલમાં નાહવા માટે ગયા હતા. ત્યારે અચાનક જ અક્ષય ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. જેના કારણે તેનું મોત થયું હતું.

મૃત્યુ પામેલા અક્ષયની બહેનનો આરોગ છે કે પોલીસની નબળી કામગીરીના કારણે આટલા બધા દિવસ બાદ તેના ભાઈનું મૃતદેહ મળ્યું છે. મિત્રો મળતી માહિતી અનુસાર આટલા બધા દિવસો સુધી અક્ષયના મિત્રોએ અક્ષય કેનાલમાં ડૂબી ગયો છે તે વાતને તેના પરિવારજનોથી છુપાવી રાખી હતી તેવું કહેવામાં આવી રહ્યું છે. અક્ષયના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*