હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં રવિવારના રોજ ગુમ થયેલા 10 વર્ષના માસુમ બાળકનું મૃતદેહ મળી આવ્યું છે. મૃતદેહ મળી આવતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આજ રોજ સવારે માસુમ બાળકના ઘરથી થોડીક દૂર ડાંગરના ખેતરમાં લોકોએ બાળકનું મૃતદેહ જોયું હતું. આ દ્રશ્યો જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
આ ઘટના મોતીહીરાના હરિસિદ્ધ પોલીસ સ્ટેશન વિસ્તારના હરપૂર રાય પંચાયત વોર્ડ નંબર 7 મનોબરી ગામની છે. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા માસુમ બાળકનું નામ ક્રિશ હતું અને તેની ઉંમર માત્ર 10 વર્ષની હતી. રવિવારના રોજ તે અચાનક જ ઘરેથી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ તેનો કોઈ પણ પ્રકારનો પતો ન લાગતા પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
ઘણા સમય સુધી શોધખોળ કરી પરંતુ પરિવારના લોકોને ક્રિશ મળ્યો નહીં તેથી તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં પરિવારના લોકોએ ક્રિશની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે પણ બાળકની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ પોલીસને પણ પત્તો લાગ્યો ન હતો.
ત્યારે સોમવારના રોજ સવારના સમયે શોધખોળ કરતી વખતે ઘરની પાસે આવેલા ડાંગરના ખેતરમાંથી ક્રિશનું મૃતદેહ મળી આવ્યું હતું. આરોપીએ માસુમ બાળકના પેટના ભાગ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માસુમ દીકરાનું મૃત્યુ થતાં પરિવારના લોકો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. સુત્રો અનુસાર જાણવા મળ્યું રહ્યું છે કે રવિવારના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ ક્રિશ ઘરેથી ગુમ થઈ ગયો હતો.
ત્યારબાદ પરિવારના લોકોએ તેની શોધખોળ કરી હતી અને બીજા દિવસે સોમવારે સવારના સમયે તેનું મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યું હતું. દીકરાનું મૃતદેહે જોઈને પરિવારના લોકોના ટાટીયા ધ્રુજી ગયા હતા. બાળકનું મૃત્યુ કયા કારણોસર થયું અને કોને કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment