નદીમાં ડૂબી ગયેલા બે યુવકોના મૃતદેહ ગણેશ ચતુર્થીના દિવસે મળી આવ્યા… બંનેના મૃત્યુના કારણે ગામમાં માતમ છવાઈ ગયો…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં નદીમાં ડૂબી જવાના કારણે બે યુવકોના મૃત્યુ નીપજ્યા છે. નર્મદાપૂરમના રાજૌન ગામમાં બુધવારના રોજ તવા નદીમાં ડૂબી ગયેલા યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. ગણેશ ચતુર્થીના દિવસે બંનેના મૃત્યુની જાણ થતા મૃતક યુવકોના ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર બુધવારના રોજ સવારના સમયે નદીમાંથી બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા મૃતક યુવકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

બંનેના અંતિમ સંસ્કાર તવા નદીના કિનારે જ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 20 વર્ષીય અનિકેત અને 20 વર્ષીય પીન્ટુ નામના યુવકનું મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મંગળવારના રોજ રાજૌન ગામના 6 યુવકો તવા નદીમાં નાહવા માટે આવ્યા હતા.

આ દરમિયાન એક યુવકને તરતા ન આવડતું હોવાના કારણે તે નદીના છીછરા પાણીમાં નાહતો હતો અને અન્ય પાંચ મિત્રો દૂર નદીની અંદર નાહતા હતા. આ દરમિયાન ખીચડા પાણીમાં નાહતો યુવક અચાનક ડૂબવા લાગ્યો હતો. તેથી તેને બચાવવા માટે તેના મિત્રો તેની પાસે પહોંચ્યા હતા.

નદીમાં ડૂબી ગયેલા યુવકને તો બચાવી લેવામાં આવ્યો હતો. પરંતુ ઉત્તમ અને પીન્ટુ નામનો યુવક ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા. જેના કારણે તેઓ નદીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ અને બચાવતી ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ નદીના પાણીમાં બંનેની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે ગણેશ ચતુર્થીના દિવસે બંનેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ગણેશ ચતુર્થીના દિવસે બે યુવકોની અર્થે ઉઠતા ગામમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*