રાજ્યની પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવું વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનું ઠરાવ કરવામાં આવેલ છે.શિક્ષણ વિભાગ ના તારીખ 24 માર્ચ 2020 ના ઠરાવ થી કોરોના ના સંક્રમણ ને કારણે ઉપસ્થિતિ પરિસ્થિતિ ને ધ્યાને રાખી સૂચનાઓ બહાર પાડવામાં આવેલી હતી.
જેના અનુસંધાને તાજેતર માં જ કોરોના સંક્રમણ માં થયેલા વધારાને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ દ્વારા કેટલીક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
જે અર્તગત જણાવવામાં આવ્યું છે કે,શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 04/2/2020 તથા તારીખ 24/03/2020 ના ઠરાવ થી તમામ શાળાઓમાં નવું વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
પરંતુ કોરોના મહામારીને કારણે નવું વર્ષ અગાઉ મુજબ અર્થાત્ ઉનાળુ વેકેશન પૂરું થયાથી શરૂ કરવાનું રહેશે.નવા વર્ષ 2020-21 માં શાળાઓમાં ઉનાળુ વેકેશન તારીખ 3/5/2021 થી 6/6/2021 સુધી રહેશે.
કોરોના મહામારી ને પહોંચી વળવા રાજ્ય સરકાર અથવા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી ઉપરાંત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક.
તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ કોઈપણ કામગીરી સોંપવામાં આવેલ ન હોય તેઓએ શાળામાં આવવાનું રહેશે નહીં. પરંતુ કામગીરી સોંપવામાં આવે તો તેઓ તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment