ગુજરાત રાજ્યમાં શાળાઓ શરુ કરવા અંગે સંચાલક મંડળ રાજ્ય સરકારને લખ્યો આ પત્ર

191

કોરોના મહામારી ના કારણે રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાથી શાળા અને કોલેજ બન્ને બંધ છે.ગુજરાત રાજ્યમાં શાળા શરૂ કરવા અંગે રાજ્ય સરકાર ચર્ચા વિચારણા કરી રહી છે ત્યારે રાજ્યમાં શાળા ચાલુ કરવાને લઈને માર્ગદર્શિકા તૈયાર કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે સરકારને કેટલાક જરૂરી સૂચનો પત્ર દ્વારા મોકલ્યા છે.સંચાલક મંડળ રાજ્ય સરકારને સૂચના મોકલ્યા છે જેમાં આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવાનું સૂચન આપવામાં આવ્યું છે.આ સિવાય ત્રણ વર્ષ સુધી રાષ્ટ્રીય તહેવાર, રાજકીય મેળવડા અને સરકારના કાર્યક્રમમાંથી વિદ્યાર્થીઓને બાકાત રાખવાનું કહેવામાં આવ્યું છે.

વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે બે પાળી વચ્ચે એક કલાક સેનેટાઈઝર માટે બ્રેક રાખવાની સરકાર ને સંચાલક મંડળ દ્વારા ભલામણ કરવામાં આવી છે.સચાલક મંડળ દ્વારા આપવામાં આવેલા સૂચનો મુજબ શાળાઓ શરૂ થાય તે પહેલાં તમામ બિલ્ડિંગ ને સેનેટાઈઝર ફરજિયાત કરવું પડશે.વિદ્યાર્થીઓના વર્ગ ને વધુમાં વધુ 30 વિદ્યાર્થીઓ પૂરતું સીમિત રાખવા સૂચન કરવામાં આવ્યું છે. આગામી ત્રણથી ચાર વર્ષ માટે ફિક્સ પગારથી અથવા પ્રવાસી શિક્ષકો રાખવા પડશે.

આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પદ્ધતિ ફેરફાર કરવાનો પણ કહેવામાં આવ્યું છે.આંતરિક મૂલ્યાંકન પર વધુ ભાર આપવાનો રહેશે અને વર્ગ શિક્ષણકાર્ય ના કલાક ઘટતા વિદ્યાર્થીઓ પાસે ઘરે વધુ સમય મળશે.

જેથી હોમ વર્ક પર વધુ ભાર આપવા સૂચન કરવામાં આવ્યું છે.આગામી ત્રણ વર્ષ માટે શાળાના તમામ પ્રકારના પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું પણ કહેવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!