ભાજપના કાર્યકરો AAPમાં જોડાઇ રહ્યા છે તેવી ચર્ચાના કારણે ભાજપના નેતાઓ દોડતા થયા, ભાજપના નેતાઓએ કહ્યું કે….

ગુજરાત માં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષો વચ્ચે હલચલ મચી ગઈ છે. છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતમાં એક હજારથી વધુ ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે એવી ચર્ચા ના કારણે ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટીનો આ દાવો જુઠો ગણાવ્યો છે.

કાર્યકરો એકના એક જ હોય છે પરંતુ માત્ર વિસ્તાર જ બદલાય જાય છે. છેલ્લા દોઢ મહિનાથી સુરતમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પાવર ઘટી રહ્યો છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા નો પાવર વધી રહ્યો છે.

તેવી ચર્ચાઓ ચાલી રહી છે. શરૂઆતમાં ભાજપના નેતાઓએ આ વાતને બહુ મહત્વ આપ્યું નહીં પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા એવા અહેવાલ થી ભાજપના નેતાઓની ઉંઘ ઉડી ગઈ.

સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું કે સુરત શહેરમાં ભાજપમાં સાડાચાર લાખથી પણ વધારે પ્રાથમિક સભ્યો છે. તમામ કાર્યકરો પાર્ટી સાથે જોડાયેલા છે. તેના કારણ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની 80 બેઠક હતી તે વધીને 93 બેઠક થાય.

ચૂંટણી પહેલા અને ચૂંટણી નું પરિણામ આવ્યા બાદ ભાજપના અમુક કાર્યકરોની જરૂરિયાતો પૂરી ન થયો એટલે એવા કાર્યકરોઓ ભાજપ છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ છે.

તેમણે કહ્યું કે કોઈ પણ કાર્યકરો આપમાં જોડાયા નથી. આ ઉપરાંત મહામંત્રી મુકેશ દલાલે જણાવ્યું કે અડાજણ વિસ્તારમાં ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા તે વાત ખોટી છે. આમ આદમી પાર્ટી દ્વારા જે કાર્યકરો ના નામ આપવામાં આવ્યા છે તે ભાજપના પ્રાથમિક સભ્ય નથી કે છેલ્લા 15 વર્ષથી ભાજપના કોઈ કાર્યક્રમમાં હાજર પણ નથી રહ્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*