બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠા કાંડ ને કારણે 40 થી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે ને હજુ કેટલાક લોકો હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને ગુનેગારો સામે પગલાં લેવાય તે માટે સરકાર સામે આક્રોશ ઠેલવ્યો છે.
બોટાદમાં અમારે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ની આગેવાનીમાં લઠ્ઠા કાંડ ના પેઢી પરિવારને ન્યાય અપાવવા માટે ભાજપ કાર્યાલય બોટાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ગૃહ મંત્રી પાસે રાજીનામું પણ માંગ્યું હતું અને બોટાદ મામાની પાર્ટીના કાર્યકર્તાઓને સ્થાનિક નેતાઓ સાથે મળીને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલી ગાંધી માર્ગે વિરોધ પ્રદર્શન કર્યું હતું
સ્થાનિક લોકોએ માહિતી આપી હતી કે ચોકડી ગામમાંથી 40થી વધુ ગામોમાં દારૂ સપ્લાય કરવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતું નથી આનો મતલબ એ થયો છે કે આસપાસના ગામોમાં ફરી એકવાર આ કામ થઈ શકે છે જ્યાં સુધી ખુલ્લેઆમ દારૂ મળતો હોય છે ત્યાં સુધી લોકોના જીવ સંકટમાં રહેશે.
ગોપાલ ઇટાલીયા બોટાદના રોજીદ ગામે લોકોના પરિવાર સાથે મુલાકાત કરીને તેમને સાંતાઓના પાઠવી હતી અને તે દરમિયાન ગામના લોકોએ માહિતી આપી હતી કે ભાજપના નેતાઓને કારણે વારંવાર સારા અને ઈમાનદાર પોલીસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવે છે. મીડિયાની મળતી માહિતી મુજબ ગુજરાતના 10,000 કરોડનો ગેરકાનૂની દારૂ વેચાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment