ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હજી ચૂંટણીની તારીખ જાહેર નથી થઇ ત્યાં તો બને પક્ષો દ્વારા તોડ જોડ ની નીતિ ચાલુ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં અનેક નેતાઓ ભાજપમાંથી કોંગ્રેસ અને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલટો કરી રહ્યા છે. પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલાં જ ભાજપમાં ભંગાણ થયું હતું હારીજ તાલુકા ભાજપના.
પૂર્વ મહામંત્રી બળવંતજી ઠાકોર સહિત 50 કરતાં.પણ વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે.હારીજના બળવંતજી ઠાકોર સહિત ભાજપના 50થી પણ વધારે કાર્યકર્તા હોય કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
જિલ્લા પંચાયતની વાઘેલ બેઠક માટેના દાવેદાર બળવંતજી ઠાકોર બન્યા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની જાહેરાત કોઈપણ સમયે થાય તેવી શક્યતાઓ વચ્ચે અનેક નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે.
ત્યારે ભાજપ માટે મહત્વપૂર્ણ ચૂંટણી પહેલા ખરાબ સમાચાર ગણી શકાય તેવા સામે આવ્યા છે. જિલ્લા પંચાયતની વાઘેલ બેઠક માટે બળવંતજી ઠાકોર કોંગ્રેસમાં જોડાતા ભાજપ માટે કપરા ચઢાણ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment