ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની આઠેય બેઠકો જીતવા ભાજપે કર્યું આ કાર્ય,જાણો

207

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ભાજપ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી જીતવા સ્થાનિક સાંસદો અને અન્ય જિલ્લાના સાંસદને કામગીરી સોંપવામાં આવી છે.કચ્છની અબડાસા બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા અને બનાસકાંઠા સાંસદ પરબત પટેલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. મોરબી બેઠક પર રાજકોટના સાંસદ મોહન કુંડારિયા અને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત જામનગર સાંસદ પૂનમ માડમ પણ મોરબી ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

લીમડી બેઠકમાં અમદાવાદ પશ્ચિમ ના સાંસદ કિરીટ સોલંકી અને પૂર્વના સાંસદ એચ એચ પટેલ અને સુરેન્દ્રનગરના મહેન્દ્ર મુંજપરા ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. ગઢડા બેઠકમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ અને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાને ચૂંટણીપ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે.

ધારી બેઠક પર અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ને પ્રચાર કરવાની જવાબદારી સોંપી છે.કરજણ બેઠકમાં વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ અને આનંદ સાંસદ મિતેશ પટેલ અને ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણ પ્રચાર કરી રહ્યા છે.

કપરાડા અને ડાંગ બેઠકમાં નવસારી સાંસદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને વલસાડના સાંસદ પ્રભુ વસાવા તેમજ સી.કે પટેલ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!