સુપ્રીમ કોર્ટ ના આ ચુકાદા થી અબજોપતિ ને લાગ્યો મોટો ઝટકો, વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ની ખેર નહી.

143

દેશમાં ફરી કોઈ વિજય માલ્યા અને નીરવ મોદી ના બને તેના માટે સુપ્રીમ કોર્ટે ગત અઠવાડિયે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે બૅડલોન પર શુક્રવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સંભળાવ્યુ હતું જેની અસર હવે દેશની મોટી કંપનીઓ પર દેખાઈ રહી છે.

ગત અઠવાડિયે શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર ની નોટિફિકેશનની માન્યતાને માન્ય રાખી છે જેમાં બેન્કોને ઇન્સોલવનસી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ લોન વસૂલી માટે વ્યક્તિગત ગેરેન્ટર વિરુદ્ધ કાર્યવાહીની મંજૂરી આપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ઘણી મોટી કંપનીઓના પ્રમોટર્સની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે કંપની નાદર કરવાના સંજોગો માં તેમની પર્સનલ ગેરંટી મારફતે બેંક તેની વસૂલી કરી શકે છે. તેનાથી બચવા માટે ઘણા પ્રમોટરો એ ફેમેલી ટ્રસ્ટ બનાવી લીધા છે પરંતુ બેંક હવે લોન ગેરંટી માટે ફેમેલી ટ્રસ્ટને પણ ટાર્ગેટ કરી રહી છે.

એક અહેવાલ મુજબ બેંક એક એવા ટ્રસ્ટ અને પ્રમોટરો ની ઓળખ કરી શકે છે. આઇબિસી કાયદાને 2016માં ઘડવામાં આવ્યો હતો પરંતુ 2017 ના અંત સુધી ઓછામાં ઓછી 52 કંપનીઓને બેન્કોની લોન ચૂકવણી માં ડીફોલ્ટ કરવા પર એનસીએલટી મોકલ્યું હતું.

તેમા વિડિયોકોન, ભૂષણ સ્ટીલ, પુંજ લોયડ અને એસ્સાર સ્ટીલ સામેલ હતા.હવે આ ચુકાદા પછી બેંક માટે પર્સનલ ગેરેન્ટર પાસેથી રૂપિયા વસૂલવા આસન થઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!