બાઈક સવાર યુવકનું માથું બસની નીચે આવી ગયું, ત્યારબાદ થયું એવું કે – વિડિયો જોઈ તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાના વિડીયો જોયા હશે. અમુક અકસ્માતની ઘટનાના વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતનો વિડીયો જોઈને તમને પણ સમજ પડશે કે, બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે.

ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક લીલા કલરની બસ રસ્તા પર વળાંક લઇ રહી છે. આ દરમિયાન એક બાઈક ચાલક અચાનક બસ સાથે અથડાઈને રોડ પર પડી જાય છે. આ ઘટનામાં બાઇક ચાલક યુવકનું માથું બસના પાછળના ટાયરમાં આવી જાય છે.

આ ઘટના બનતા જ બસ ચાલક યોગ્ય સમયે બ્રેક લગાવી દે છે. સદ્નસીબે આ યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેને કોઈપણ પ્રકારની ઈચ્છા પહોંચી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બસના ટાયરની નીચે માથું આવી જાય છે છતાં પણ યુવકને કંઈ થતું નથી. આ યુવકનો જીવ હેલ્મેટ એ બચાવી લીધો છે.

જો આ યુવકે હેલ્મેટ ન પહેર્યું હોત તો તેનું માથું કચડાઈ ગયું હોત. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ તે લોકોએ મળીને યુવકને બસ નીચેથી બહાર કાઢીને રોડની સાઈડમાં લઈને આવ્યા હતા.

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વિડીયો ટ્વીટર પર penha news rj 2.0 નામના એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 30 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.

વાયરલ થઇ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ વિડીયો જોઈને તમને પણ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું એટલું જરૂરી છે તે તમને સમજાશે. મિત્રો બાઈક ચલાવતી વખતે હેલ્મેટ જરૂર પહેરવું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*