સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં એક જણાની બેદરકારીના કારણે હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા હશે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં ઈ-રીક્ષાની ટક્કરના કારણે બાઈક સવાર યુવક નીચે પડે છે.
ત્યારે બાજુમાં જઈ રહેલો ટેમ્પો બાઇક સવારના માથા ઉપરથી પસાર થઈ જાય છે. આ ઘટનામાં બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના આજરોજ બની છે. આ ગંભીર અકસ્માતની ઘટના મેરઠના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર એક યુવક બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતી ઈ-રીક્ષાએ બાઇકને ટક્કર લગાવી હતી. જેના કારણે બાઈક ચાલક યુવકનું બેલેન્સ બગડે છે અને તે રોડ પર પડી જાય છે.
ત્યારે પાછળથી આવતા ટેમ્પાના આગળના ટાયરની નીચે બાઇક સવાર યુવકનું માથું કચડાઈ ગયું હતું. ટેમ્પો ચાલક વ્યક્તિ બ્રેક લગાવે તે પહેલા તો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, આ કારણોસર તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
સમગ્ર ઘટના બનતા જ નજીકમાં ઉભેલા લોકો અને ત્યાંથી પ્રસાર થતા લોકો હચમચી ગયા હતા. જો બાઈક સવાર યુવકે હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ઈ-રીક્ષાની ટક્કરના કારણે બાઈક સવાર યુવક રોડ પર પડ્યો, ત્યારબાદ થયું એવું કે, આ બાઈક ચાલક યુવકનું મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ… pic.twitter.com/gA5t3L3v3Y
— GUJJU ROCKZ (@gujju_rockz) July 27, 2022
હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. બાઈક સવાર યુવકના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મિત્રો એટલા જ માટે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે. જો આ યુવકે પણ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment