રાજ્યમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગઇકાલની વાત કરીએ તો રાજ્યમાં 1364 કોરોના ના કેસ નોંધાયા હતા. હવે દરરોજ ના કેસો રાજ્યમાં 1300 આંકડાને પાર થઈ ગયા છે. આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સૌથી મોટા આજના સમાચાર આવ્યા છે. દ્વારકા જિલ્લામાં હાલ 3 એક્ટિવ કેસો છે. આ જિલ્લો ગમે ત્યારે કોરોના મુક્ત બની શકે છે.
જિલ્લામાં અત્યાર સુધી 429 લોકોએ કોરોના મહાત આપી છે.જિલ્લામાં અત્યારસુધી ચાર લોકોના કોરોના થી મોત થયા છે.પોરબંદર તાપી ડાંગ જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં ૫૦થી પણ ઓછા કોરોના કેસો એક્ટિવ છે. આ જિલ્લાઓ પણ ગમે ત્યારે કોરોના મુક્ત થઈ શકે છે.
રાજ્યમાં ગઈકાલે વધુ 12 લોકોના મોત સાથે કોરોના થી ફૂલ મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16294 એક્ટિવ કેસ છે, ત્યારે અત્યાર સુધીમાં 98156 લોકોને રજા આપી દેવામાં આવી છે.
હાલમાંગુજરાતમાં 98 દર્દી વેન્ટિલેટર પર છે અને 16169 લોકો સ્ટેબ્લે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment