રાજ્યમાં મગફળીની ખરીદી પર હવે માવઠાની અસર જોવા મળી રહી છે જેના લીધે અન્ન અને નાગરિક પુરવઠા નિગમે બે દિવસ માટે મગફળી ખરીદી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હાલ રાજ્યના 91 APMC કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે.
માવઠા બાદ મગફળી ખરીદી શરૂ કરવા માટે જિલ્લા સ્તરે પરિસ્થિતિને આધીન નિર્ણય લેવામાં આવશે.નોંધનીય છે કે, ભાવનગર જિલ્લામાં ગઈકાલે બુધવારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે તેથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
જિલ્લામાં જુદા જુદા 5 સેન્ટર પર મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પ્રથમ દિવસે કેટલાક ખેડૂતો ને મેસેજ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક ખેડૂતો આવ્યા હતા ને કેટલાક ખેડુતો ન આવ્યા હતા.ભાવનગર જિલ્લાના પાંચ માર્કેટિંગ યાર્ડ માં ગઈ કાલે બુધવારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી.
જેમાં ચિત્રા, તળાજા, પાલીતાણા, મહુવા અને ગારીયાધાર વગેરે માર્કેટ યાર્ડ નો સમાવેશ થાય છે.ભાવનગર જિલ્લામાં આશરે 6 હજાર ખેડૂતને ટેકાના ભાવે મગફળી નું વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે જ ખેડૂતની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે. સરકારી તંત્ર દ્વારા રોજ થોડા થોડા ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment