દિવાળીના દિવસે કોરોના વેક્સિન ને લઈને ભારત માટે આવી સૌથી મોટી ખુશખબર, ડિસેમ્બર મહિનામાં વેક્સિન ના…

199

કોરોનાવાયરસ સામેની લડાઈમાં ભારત માટે દિવાળી પહેલા જ મોટી ખુશખબર આવી છે.દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની ડિસેમ્બર સુધીમાં ભારતને એસ્ટ્રાજેનેકા કોવીડ 19 વેક્સિન ના 10 કરોડ ડોઝ ભારતને આપવાની તૈયારીમાં છે. જેની સાથે જ એવી આશા બંધાઈ છે કે ડિસેમ્બરથી જ ભારતમાં રસીકરણ ની શરૂઆત થઇ શકે છે. સિરમ ઇન્સ્ટિટયૂટના સીઇઓ આદર પુનાવાલા એ કહ્યું.

કે જો ફાઇનલ સ્ટેજ ટ્રાયલના ડેટામાં આ વેક્સિન પ્રભાવી સાબિત થશે તો સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા લિમિટેડને આપાતકાલીન મંજૂરી મળી શકે છે.સિરમ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટ્રાજેનેકા સાથે એક અબજ તૈયાર કરવા માટે સમજૂતી કરી છે.આવતા વર્ષની શરૂઆતમાં જ્યારે પૂર્વ મંજૂરી મળશે ત્યારબાદ.

દક્ષિણ એશિયાઈ દેશો અને કોવાકસ સાથે 50-50 ના આધાર ઉપર વિતરણ કરવામાં આવશે.સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાંચ વેક્સિન ડેવલોપર સાથે સમજૂતી કરી છે.

કંપનીએ છેલ્લા બે મહિનામાં એસ્ટ્રાજેનેકા વેક્સિન ના 4 કરોડ ડોઝ તૈયાર કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!