મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્ય જોગ સંબોધનમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોના ની સારવાર કરવાની મંજૂરી આપી હતી. આ સાથે જ વર્ગ-4 ના કર્મચારીઓના પગારમાં વધારાની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોના ના દર્દીઓ ની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને.
નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ ડો.જયંતિ રવી તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાહેરાત કરતા મુખ્યમંત્રી રૂપાણી જણાવ્યું કે, સરકારી હોસ્પિટલમાં માનદ સેવા આપી રહેલા મેડિકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ ટેક અને વર્ગ 4 ના સ્ટાફને આગામી ત્રણ મહિના માટે વધુ પ્રોત્સાહક વેતન આપવામાં આવશે.
તેઓએ કહ્યું કે સરકારી હોસ્પિટલમાં વર્તન વર્ગ 3 ની કક્ષા માં ફરજ બજાવતા આઉટસોસિંગ સ્ટાફ નર્સના હાલ મળતા પગારમાં વધારો કરીને 3 માસ માટે માસિક ₹20000 નું વેતન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
નવી ભરતી માં દાખલ થનાર નર્સ બહેનો ભાઈઓને પણ આ જ પ્રમાણે વેતન આપવામાં આવશે.મુખ્યમંત્રીએ કહ્યું કે તજજ્ઞ ડોક્ટર માટે માસિક રૂપિયા અઢી લાખ રાજ્ય સરકારને આપવામાં આવશે.
મેડિકલ ઓફિસર માટે માસિક સવા લાખ, ડેન્ટલ ડોક્ટર માટે માસિક 40 હજાર, હોમિયોપેથીક માટે માસીક 35 હજાર, લેબ ટેકનિશિયન,ઇસીજી માસિક 18 હજાર અને વર્ગ 4 ના કર્મચારીઓને આપણે માસિક 15 હજાર આપીશું.
આ ઉપરાંત જે બહેનો આઉટસોસીંગ ની નર્સોને આગામી ત્રણ મહિના 13 હજાર ને બદલે 20 હજાર પગાર આપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment