કોરોના મહામારી વચ્ચે અનલૉક 5 ને લઈને આવ્યા મોટા સમાચાર,જાણો વિગતે

198

કોરોના મહામારી સામે લડવા માટે સમગ્ર વિશ્વ એ લોકડાઉન નો સહારો લીધો હતો. ભારતમાં ધીરે ધીરે જનજીવન સામાન્ય બની રહ્યું છે ત્યારે અનલૉક 5 માટે જાહેર કરવામાં આવેલી કોરોના માર્ગદર્શિકાની તારીખ લંબાવામાં આવી છે. ગયા મહિનાના અંતમાં અનલૉક 5 માટે બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા હવે નવેમ્બર મહિનાના અંત સુધી લંબાવવામાં આવી છે.કેન્દ્ર સરકારે આજરોજ આ માહિતી આપી અને સાથે કન્ટેન્મેન્ટ ઝોન માં 30 નવેમ્બર સુધી લોકડાઉન ચાલુ રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું કે રાજ્યની અંદર હતો એક રાજ્યની બીજા રાજ્યમાં કોઈ વ્યક્તિ અથવા કોઈપણ સામાન પરિવહન પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં અને આ માટે કોઇ અલગ પાસ ની જરૂર રહેશે નહિ. નોંધનીય છે. આ એક મહત્વનો નિર્ણય છે.

30 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે અનલૉક 5 માટે માર્ગદર્શિકા જારી કરી હતી અને આ અંતર્ગત 15 ઓક્ટોમ્બર થી સિનેમાહોલ મનોરંજન પાર્ક અને સ્વીમીંગ પુલ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.

ગૃહ મંત્રાલય સિનેમાઘરો ને 50 ટકા બેઠક વ્યવસ્થા સાથે ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!