ભારતમાં કોરોનાવેક્સિન ને લઈને આવ્યા મોટા સમાચાર,ખુદ આરોગ્ય મંત્રીએ આપ્યું સ્પષ્ટ નિવેદન

363

ભારતમાં કોરોના રસી ની હવે રાહ પૂરી થઈ ગઈ છે અને આ અંગેનો સંકેત ખુદ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષ બર્ધન દ્વારા આપવામાં આવ્યા છે.તેમને રવિવારના રોજ કહ્યું કે જાન્યુઆરીના કોઈપણ સપ્તાહમાં અમે ભારતમાં કોરોના રસી નો પહેલો શોટ આપવાની સ્થિતિમાં હોઈશું. તેમને એક નિવેદનમાં કહ્યું કે અમારી પ્રથમ પ્રધાનતા રસીઓની સલામતી અને અસરકારકતા છે.

અમે આ અંગે સમાધાન કરવા માગતા નથી.મને વ્યક્તિગત રૂપે લાગે છે કે જાન્યુઆરીના કોઈપણ સપ્તાહમાં કોરોના રસી નો પહેલો શોટ આપવાની સ્થિતિમાં અમે હોઈશું.મહત્વનું છે કે આ સમય દરમિયાન ભારતમાં કુલ 8 રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે.આ તમામ અજમાયશ જુદા જુદા તબક્કામાં છે.

જ્યારે કેટલાક એડવાન્સ સ્ટેજ પર છે તો કેટલાક છેલ્લા તબક્કામાં છે. ઓક્સફોર્ડ અને એક્સ્ટ્રાજેનેકાની રસી કોવિશિલ્ડ છે.

જેની સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!