ત્રણ વિવાદિત કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત ત્રણ સભ્યોની કમિટીએ સીલબંધ કવરમાં તેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દીધો છે. ખેડૂત આંદોલન નો નક્કર ઉકેલ શોધી કાઢવાની દિશામાં સુપ્રીમ કોર્ટની કમિટીએ કાર્યવાહી શરૂ કરી છે.
અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કમિટીએ સુપ્રીમ કોર્ટમાં તેનો રિપોર્ટ જમા કરાવી દીધો છે.જે કમિટીએ રિપોર્ટ ની વધારે વિગતો આપવાની ના પાડી દીધી છે.સુપ્રીમ ની કમિટીએ તેના રિપોર્ટમાં જણાવ્યું કે.
ખેડૂત આંદોલનનો ઉકેલ લાવવા માટે લગભગ 85 ખેડૂત સંગઠનો સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો છે તથા તેની સલાહ લેવામાં આવી છે. કમિટીએ 19 માર્ચે રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યો છે.
પરંતુ તેની જાહેરાત હવે કરાઇ છે. હાલ પૂરતું તો ફક્ત એટલું જ કહેવાયું છે કે કમિટી એ તેનો રિપોર્ટ રજૂ કરી દીધો છે અને બાકીની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે.
કમિટીના સભ્ય અને કૃષિ અર્થશાસ્ત્રી અનિલ ઘણવતે જણાવ્યું કે આ રિપોર્ટ 19 માર્ચે રજૂ કરી દેવાયો છે. જોકે તેમને રિપોર્ટ ની વિગતો આપવાનો ઇનકાર કરી દીધો છે.
તમને કહ્યું કે આ એક ગુપ્ત પ્રોસેસ છે અને કેસ કોર્ટની વિચારણા હેઠળ હોવાનું હાલ પૂરતી તેની વિગતો જાહેર કરવી શક્ય નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment