પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે શનિવારના રોજ પોતાના 39 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં પાંચમાં, છઠ્ઠા, સાતમા અને આઠમા તબક્કામાં થનાર ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ ટીએમસી અને વિપક્ષી ભાજપ નો મુકાબલો કરવા માટે વાર્મ મોરચા અને આઈએસએફ સાથે ગઠબંધન કર્યું છે.
કોંગ્રેસે પાંચમા તબક્કા માટે સાત ઉમેદવાર, છઠ્ઠા તબક્કાના માટે 12 ઉમેદવાર, આઠમા તબક્કા માટે 10 ઉમેદવારોના નામ નું એલાન કર્યું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસે પોતાના 89 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે.
અગાઉ પાર્ટીએ 34,13 અને ત્રણ ઉમેદવારોના નામ ત્રણ અલગ-અલગ યાદીમાં નામ જાહેર કર્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં વાર્મ દલ અને ઇન્ડિયન સેક્યુલર ફંટ સાથે ગઠબંધનમાં ઉતરી કોંગ્રેસ 92 સીટ પર ચૂંટણી લડી રહી છે.
અગાઉ પણ કોંગ્રેસના પૂર્વ સાંસદ અભિજીત મુખર્જી એ શનિવારે કહ્યું કે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં જો વામ પક્ષો સાથે ગઠબંધન કર્યા વિના ચૂંટણી લડી હોત.
તો પાર્ટી નો વોટ શેર વધુ હોત. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ના દિકરા અભિજીત એ કહ્યું કે તેમની પાર્ટી એ માત્ર વામ મોર્ચા આ સાથે ગઠબંધન કર્યું છે આઇ એસ એફ સાથે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment