રાજ્યમાં ચોમાસાની વિદાયને લઈને આ હવામાન નિષ્ણાત ની મોટી આગાહી.

Published on: 6:22 pm, Mon, 26 October 20

ગુજરાતભરમાંથી ચોમાસુ વિદાય લઇ લીધી છે ત્યારે આગામી બે દિવસમાં ચોમાસુ દેશભરમાંથી વિદાય લેશે. દક્ષિણ રાજ્યોમાં ઉત્તર-પૂર્વ ચોમાસું બેસી જશે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલમાં ભેજના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાતાવરણ સૂકું બનતું જાય છે અને દિવસ અને રાત્રિ નું તાપમાન નોર્મલ રહે છે તેમ હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ જણાવેલ હતું. દક્ષિણ અને પશ્ચિમ ચોમાસુ સમગ્ર ઉત્તર અરબી સમુદ્ર અને સમગ્ર ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે. મહારાષ્ટ્રના અમુક ભાગો આંધ્ર અને તેલંગાણા ના અમુક ભાગો સમગ્ર છત્તીસગઢમાં ઝારખંડ પશ્ચિમ બંગાળના થોડા વધુ ભાગોમાંથી વિદાય લઈ લીધી છે.

આવનારા બે દિવસમાં બંગાળની ખાડી તમિલનાડુ આંધ્ર તરફ ઉતરવાના પવનનો છવાશે થી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમગ્ર દેશમાંથી વિદાય લેશે અને સાથોસાથ ઉતર પૂર્વનું ચોમાસું તમિલનાડુ,પોંડીચેરી, કોસ્ટલ આંધ્ર અને લાગુ કર્ણાટક તેમજ કેરળમાં બુધવાર આસપાસ ઉત્તર-પૂર્વ નું ચોમાસું બેસી જશે. હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલે જણાવ્યું કે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલમાં ચોમાસુ વિદાય લઇ શિયાળું બેસવાની શરૂઆત થતી હોય ત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજકોટ શહેરના મહત્તમ તાપમાન 35 ડીગ્રી અને ન્યુનતમ તાપમાન 21 ડિગ્રી ગણાવી રહ્યું છે. 26 ઓક્ટોમ્બર થી 2 નવેમ્બર સુધી આગાહી કરતા જણાવ્યું કે.

આગામીસમય દરમ્યાન તાપમાન નામ છે હજુ ઘટે તેમ છતાં નોર્મલ નજીક રહેશે.ભેજ નું પ્રમાણ ઓવર ઓલ વધ્યું છે એટલે કે વાતાવરણ સૂકું બનતું જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!