ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા બંને પક્ષ તરફથી જોરશોરથી ચાલી રહી છે.ઉમેદવારોની પેનલ નક્કી કરવા માટે આજરોજ સોમવારે ગુજરાત પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજવામાં આવી હતી.ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક ના આઠ બેઠકોના ઉમેદવાર સંદર્ભે ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને બેઠકોના ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી હતી.
ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કાજલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે એ પહેલાં પાંચ બેઠકો પર પક્ષપલટુઓની ટિકિટ પાક્કી છે. મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, ધારી બેઠક પર જે.વી કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, કપરાડા બેઠક પર જીતુ ચૌધરી અને કરજણ બેઠક પર અક્ષય પટેલને ટીકીટ મળવાનું નક્કી હોવાનું ભાજપના સૂત્રોનું કહેવું છે.
ભાજપ પ્રદેશ પ્રમુખે પક્ષ પલટુ અને ટિકિટ આપવા માટે અણગમો બતાવેલો પણ ભાજપના સૂત્રોના મતે કોંગ્રેસના પાંચ પક્ષપલટુ ને ટિકિટ પાક્કી ગણવામાં આવી છે.
ભાજપના સૂત્રોના મતે આઠ બેઠકો પૈકી પાંચ બેઠકો પર પક્ષ પલટુ ની ટિકિટ પાક્કી ગણવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment