રાજ્યના કર્મચારીઓ માટે સરકારે કરી દીધી મોટી જાહેરાત, કર્મચારીઓના ખાતામાં આવશે આટલા કરોડ રૂપિયા.

1539

સરકાર યુનિવર્સિટીઓ અને તેમજ સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમા પગાર પંચના બાકી એરિયર્સ ના નાણાં ચૂકવવા સરકારે આજે મોટી જાહેરાત કરી છે. વિધાનસભામાં સત્ર દરમિયાન શિક્ષણ મંત્રી આ જાહેરાત કરી હતી અને મળવાપાત્ર ફૂલ એરિયર્સ ની 50 ટકા રકમ પ્રથમ હપ્તા પેટે ચૂકવાશે અને કે ટોટલ 452 કરોડ રૂપિયા જેટલું થાય છે.

કેન્દ્ર સરકાર દ્વારા 2016માં લાગુ થયેલ સાતમા પગાર પંચ હેઠળ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન તમામ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ નવું પગારધોરણ આપી દેવાયું છે પરંતુ આગળની અસરથી અમલી હોય તે રીતે એરિયર્સ ના નાણાં ચૂકવવાના બાકી હતા.

ઘણા સમયથી અધ્યાપકો દ્વારા સરકારને એરિયર્સ માટે રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ વિધાનસભા સત્રમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બાકી એરિયર્સ ના નાણાં ચૂકવવાની જાહેરાત કરી હતી.શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે કોરોના મહામારી ના.

કારણે રાજ્ય સરકારની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.તેમ છતાં શૈક્ષણિક હિતો ને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે આ લાભ શિક્ષણ વિભાગના 1-2-2019 ના ઠરાવ મુજબ 1-1-2016 થી આપવામાં આવશે.

મળવાપાત્ર કુલ એરિયર્સની 50% રકમ પ્રથમ હપ્તા પેટે ચૂકવવામાં આવશે.સરકારે બાકી એરિયર્સ ચૂકવવાની કરેલ જાહેરાત માત્ર ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી હેઠળની સરકારી કોલેજ અને ગ્રાન્ટેડ કોલેજો તેમજ યુનિવર્સિટીના અધ્યાપકો માટે ની જ છે.

હાલમાં ઉચ્ચ શિક્ષણ માટેના અધ્યાપકોને એરિયર્સ આપવા મંજૂરી અપાય છે. હંમેશા પ્રથમ ઉચ્ચ શિક્ષણ માટે મંજૂરી અપાતી હોય છે પછી થી ટેકનિકલ શિક્ષણના અધ્યાપકો માટે જાહેરાત થતી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!