રાત્રી કર્ફ્યુ માં સરકારે ફરી એકવાર યથાવત રાખ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા 50 થી 70 ની વચ્ચે આવી રહી છે. કોરોનાના નવા સ્વરૂપના પણ 10 થી વધુ કેસો નોંધાય ચુક્યા છે. ત્યારે આ નવા સ્વરૂપ ની દહેશત વચ્ચે સરકારી કોઈ છૂટ આપવાના મૂડમાં નથી.
જેના પગલે સરકારે જુના નિયમોમાં કોઈ છૂટછાટ આપ્યા વગર તમામ નિયમ યથાવત રાખ્યા છે. ગુજરાતના આઠ મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યા થી 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે.
આ માર્ગદર્શિકા 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને કોરોના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ ની માર્ગદર્શિકા મુજબ હોટલ-રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો બજારો લારી-ગલ્લા માર્કેટ યાર્ડ અને શોપિંગ કોમ્પ્લેક્ષ રાત્રિના 12 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.
અમદાવાદ 3,જામનગર 3,સુરત 2,વડોદરા 2,ગાંધીનગર 1,મહેસાણા 1,આણંદ 1,રાજકોટ 1 કેસ કોરોના ના નવા સ્વરૂપ ના નોંધાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment