ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આવ્યા અત્યાર સુધીના સૌથી સારા સમાચાર

257

ગુજરાત રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે આજરોજ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યના ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી સારા સમાચાર સામે આવ્યા છે. સૌરભ પટેલે પત્રકાર પરિષદમાં યોજીને ખેડૂતો માટે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને હવે દિવસે પણ વીજળી મળશે. ગુજરાત રાજ્યના 17.25 લાભ ખેડૂતોને દિવસે વીજળી મળશે અને ખેડૂતોને દિવસમાં વીજળી આપવાની સૌરભ પટેલે જાહેરાત કરી છે.ખેડૂતો માટે દિવસે વીજળી આપવાની મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

17.25 લાખ ખેડૂતોને વીજ કનેક્શન ધરાવે છે તેને દિવસે વીજળી આપવાની ખેડૂતોની માંગ હતી.કિશાન સર્વોદય યોજના નું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે. ગુજરાત રાજ્યના 17.25 નાના ખેડૂતોને દિવસે વીજળી મળશે અને બે કે ત્રણ વર્ષમાં યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સૌરભ પટેલે વધુમાં જણાવ્યું કે,સવારે 5:00 થી 9:00 વાગ્યા સુધી આ વીજળી આપવામાં આવશે અને દિવસે વીજળી માટે 11 થી 13 હજાર મેગાવોટ વીજળીની જરૂર પડશે.

જૂનાગઢના 220 ગામોને દિવસે વીજળી આપવામાં આવશે અને ગીર સોમનાથના 143 ગામોને દિવસે વીજળી આપવામાં આવશે. દાહોદના 692 ગામોને દિવસે વીજળી આપવામાં આવશે.

ખેડૂતોને દિવસે વીજળી આપવા નું માળખું ઊભું કરતા ત્રણ વર્ષ લાગશે. ગુજરાત સરકારે 3500 કરોડની 2020-21 જોગવાઈ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!